ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા: ખંભાળીયાના 100 વર્ષ જૂના પુસ્તકાલયમાં ગટરનું પાણી ઘુસ્યું

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના ઝવેરી બજારમાં આવેલા આશરે 100 વર્ષ જૂના પ્રજાબંધુ નિ:શુલ્ક પુસ્તકાલયમાં આજે સવારે અચાનક ગટર ઉભરતા ગટરનું ગંદુ પાણી પુસ્તકાલયના તમામ રૂમોમાં ફરી વળ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાની 100 વર્ષ જૂની પુસ્તકાલયમાં ગટરના પાણી ઘુસી ગયા.

By

Published : May 15, 2019, 5:18 PM IST

દ્રારકામાં ખંભાળિયાના ઝવેરી બજારમાં આવેલું પ્રજાબંધુ નિ:શુલ્ક પુસ્તકાલય આશરે 100 વર્ષ જૂનું છે. વર્ષોથી અહીં નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. ખંભાળીયા અને આજુબાજુના વાચન પ્રેમીઓ અહીં વર્ષોથી આવે છે. આશરે 5000થી પણ વધુ અવનવા પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વર્ષો પહેલા ભાટિયા ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાની 100 વર્ષ જૂની પુસ્તકાલયમાં ગટરના પાણી ઘુસી ગયા.

આજે વહેલી સવારે અચાનક ગટરના પાણી ભરાતા પુસ્તક પ્રેમીઓ પરેશાન થયા હતા. આ અંગે ખંભાળીયા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં ચારથી પાંચ જેટલા નવા પુસ્તકોના બંડલને નુકશાન થયુ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

ABOUT THE AUTHOR

...view details