PGVCLમાં કોન્ટ્રકટરના કર્મચારી તરીકે કામ કરતા હુસેન હાસમ ખાફીના યુવાનનું વીજ પોલ પરથી નીચે પડતા મોત નીપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં 2 દિવસમાં 2 PGVCL કર્મચારીના મોત, સેફટી અંગેના ઉઠ્યા સવાલ - RAJNIKANT JOSHI
દેવભૂમિ દ્વારકાઃ PGVCL વિભાગના સતત બીજા દિવસે બીજો અકસ્માત નોંધાયો છે. બે દિવસમાં બે યુવાનોના મોત થતા સમગ્ર PGVCL કર્મચારીના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ફોટ ગામે સોમવારે સાવારે વીજ પોલ પર રીપેરીંગ કામ કરતી વખતે યુવાન વીજ પોલ પરથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું.
Devbhoomi Dwarka
સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે દિવસમાં બે કોન્ટ્રકટરના કર્મચારીના મોત થતા PGVCLમાં કામ કરતા કર્મચારીઓની સેફટી અંગેના સવોલો ઉભા થયા છે.