દ્વારકાના વેપારી ચેતનભાઈ જીન્દાણી, નિવૃત ડી.વાય.એસ.પી. કનુભાઈ સવાણી તેમજ નયનાબા રાણા સહીત ત્રણ રમતવીરો શ્રીલંકા ખાતે માસ્ટરસ એથ્લેટિક રમતગમત પસંદગી પામ્યા છે. દ્વારકા તાલુકા અને ગુજરાત રાજ્ય કક્ષાએ ખુબજ સારું પ્રદર્શન કરતા શ્રીલંકાના કોલંબો ખાતે ઓપન છઠી માસ્ટર એથ્લેટિક શ્રીલંકા ઓપનમાં પસંદગી થતા શ્રીલંકાના કોલંબો ખાતે આગામી 13 અને 14 જુલાઈના રોજ દ્વારકાના આ ત્રણે રમતવીરો રમવા માટે જશે. જેમાં 35 થી 90 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લેવા જવાના છે. જેમાં 100 થી 10000 મીટરની દોડ, ફાસ્ટ વોલ્ક ,વિધ્ન દોડ, ગોળા ફેક, ભાલા ફેક, ચક્ર ફેક, હેમ થ્રો જેવી રમતો છે.
દ્વારકાના ત્રણ રમતવીરોની શ્રીલંકા ખાતે એથ્લેટિકમાં પસંદગી
દ્વારકાઃ જિલ્લામાં એક મહિલા સહિત ત્રણ રમતવીરોની શ્રીલંકા ખાતે એથ્લેટિક રમત-ગમતમાં પસંદગી થઇ છે. જેમાં દ્વારકા તાલુકા અને ગુજરાત રાજ્ય કક્ષાએ ખુબજ સારું પ્રદર્શન કરતા શ્રીલંકાના કોલંબો ખાતે છઠી માસ્ટર ઓપન રમત ગમતમાં પસંદગી પામતી દ્વારકાની એક મહિલા તેમજ એક નિવૃત ડી.વાય.એસ.પી.અને એક વેપારી શ્રીલંકાના કોલંબો ખાતે આગામી 13 અને 14 જુલાઈના રોજ દ્વારકાના આ ત્રણેય રમતવીરો રમવા માટે જશે.
ગુજરાતમાંથી અંદાજે 30 થી 35 ખેલાડીઓ અને સમગ્રમાં ભારતમાં 100 જેટલા ખેલાડીઓ શ્રીલંકા ખાતે રમવા જવાના છે. તો દ્વારકાના આ ત્રણે ખેલાડીઓ વિદેશ ખાતે પ્રથમ વખત જઇ રહ્યા છે. આ ત્રણે રમતવીરોના જણાવ્યાં અનુસાર પોતાના શોખ અને શરીરને નીરોગી રાખવા માટે જુદી જુદી રમતોમાં ભાગ લઈને આજે શ્રીલંકા સુધી રમવા માટે પસંદગી પામ્યા છે. તેમજ તેઓ પોતાના રીતે સક્ષમ હોવાથી ગુજરાત તેમજ દેશની બહાર પણ રમવા જઈ શકે છે. પરંતુ, જે લોકો પાસે સાધન, સુવિધા કે ખર્ચ કરવા માટે રૂપિયા નથી તેઓ સારી પ્રતિભા હોવા છતાં પણ આગળ આવી શકતા નથી. સરકાર ખેલ મહાકુંભના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. તેના સ્થાને યોગ્ય ખેલાડીને સમય સર મદદ કરે તો તે ખેલાડીને પ્રોત્સાહન પણ મળે ને રમતગત ક્ષેત્ર દેશનું નામ ઉપર ઉજળું બની શકે છે.