દ્વારકા : ઉનાળાની ઋતુમાં અને ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જળ દ્વારા ભગવાન દ્વારકાધીશને સ્નાન કરાવવામાં આવે છે. આ ઉત્સવને જ્યેષ્ઠાભિષેક ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે.
દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં પવિત્ર જલ યાત્રા ઉજવાઇ
દ્વારકાધીશ મંદિર પુજારી પરિવાર દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં અને ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જળ દ્વારા ભગવાન દ્વારકાધીશને સ્નાન કરાવવામાં આવે છે.
જગત મંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અતિપ્રાચીન અને પવિત્ર ભદ્રકાળી માતાજીના મંદિર પાસે આવેલા અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડનું પવિત્ર જળ શાસ્ત્રોક્ત વિધિથી પુજા કરી ભગવાન દ્વારકાધીશના મંદિર લાવવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષાઋતુ આવતી હોય જેથી આ પવિત્ર જળને વિવિધ ઔષધિ યુક્ત બનાવીને આજની રાત્રીના અંધિવાશન કરીને આવતીકાલે ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે છે.
ભગવાન દ્વારકાધીશને આ પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને હોજમા બેસાડીને નૌકાવિહાર પણ કરાવવામાં આવે છે. જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે.