દ્વારકાઃ ગુજરાત ભાજપ અને 82 વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની મત આપવાના અધિકાર અંગે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. જેથી તે આગામી રાજ્યસભાની ચૂંટણી મત આપી શકશે નહીં.
દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, રાજ્યસભા ચૂંટણીમાં નહી કરી શકે મતદાન
રાજ્ય સભાની ચૂંટણીમાં 82 દ્વારકા વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવા અંગેની અપીલ કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે તેમની અરજીને નામંજૂર કરી છે. જેથી તે આગામી રાજ્યસભાની ચૂંટણી મત આપી શકશે નહીં.
પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક
ઉલ્લેખનીય છે કે, 2017 ની ધારાસભ્ય ની ચૂંટણીમાં ફોર્મમાં ભૂલના કારણે કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર મેરામણ ગોરિયાની ફરિયાદને કારણે મામલો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટે ચાલે છે. જેના પગલે તેમનું ધારાસભ્યનું પદ પણ રદ થયું હતું.
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પોતાને મત આપવાનો અધિકાર આપવામાં આવે તેવી રિટ પબુભા માણેક દ્વારા સુપ્રીમ કોર્ટેમાં કરાઈ હતી. જે મામલે સુપ્રીમે કોર્ટે પબુભા માણેકની અરજીને નામંજૂર કરી છે. જેથી ભાજપને એક મતનો નુકસાન થયું છે.