દેવભુમિ દ્વારકા તાલુકામાં આવેલી મીઠાપુર ટાટા કેમિકલ્સ લિ. પબ્લિક સ્કૂલમાં દર વર્ષે જુદા-જુદા વિષયો ઉપર વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝિબિશન કરવામાં આવે છે. તેવી જ રીતેઆ વર્ષે પણ 2019ના અંતિમ માસમાં ગણિત વિજ્ઞાન આર્ટ્સ કોમ્પ્યુટર જેવા જુદા જુદા 11 વિષય ઉપર શાળાના અંદાજે 900 વિદ્યાર્થીઓએ જુદી જુદી ખુબ જ સરસ અને નવીન પ્રકારની કૃતિઓ બનાવીને એક્ઝિબિશન કર્યું હતું.
મીઠાપુરની ટાટા કેમિકલ્સ DAV પબ્લિક સ્કૂલમાં મોટીવેશન એક્ઝિબિશનનું આયોજન કરાયું
દેવભુમિ દ્વારકા: મિઠાપુરની ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલમાં 900 વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન અને આર્ટસની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યું હતું.
મીઠાપુરની ટાટા કેમિકલ્સ DAV પબ્લિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની જુદી જુદી કૃતિઓ બનાવીને મોટીવેશન એક્ઝિબિશન કર્યુ
આ એક્ઝિબિશનમાં ટાટા કેમિકલ્સના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટાટા કેમિકલ્સ ડી.એ.વી પબ્લિક સ્કૂલના શિક્ષક ગણ ભારે જહેમત ઊઠાવી હતી. આ એક્ઝિબિશન દ્વારા શાળાના તેમજ આજુબાજુના વિસ્તારના બીજા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.