હાલમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં ઉનાળાની સીઝનનો પ્રકોપ વર્તાય છે. ત્યારે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 થી 45 ડીગ્રીએ પહોંચ્યો છે અને લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. અતિશય ગરમીથી બચવા લોકો AC વાળા રૂમની બહાર નીકળતા નથી, પરંતુ ACની ટાઢક કાયમી પોસાય પણ નહીં અને આરોગ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. તેથી લોકો હિલ સ્ટેશને જવાનું વિચારે છે. કેટલાક લોકો આવા સમય એક સાથે બે કામ થાય તેવા હેતુથી એવા સ્થળો પર જાય છે, જ્યાં ગરમીથીતો રાહત થાય છે અને સાથે સાથે દેવ દર્શન કરીને માનસિક શાંતિ પણ મળી શકે.
ગરમીથી બચાવતી અને ભગવાનના દર્શન કરાવતી દ્વારકાની ટ્રીપ, તમે જઈ આવ્યા ?
દ્વારકાઃ દેશ સહીત સમગ્ર ગુજરાતમાં સૂર્યના પ્રકોપથી લોકો ત્રાહિમામ ત્યારે ગુજરાત અને ગુજરાતના બારના લોકો ગરમીથી રાહત મેળવવા માટે લોકો ભગવાન દ્વારકાધીશના શરણમાં આવ્યા છે.
ત્યારે લોકો આવા હેતુથી ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકા તરફ,ગુજરાત અને ગુજરાત બહારનાલોકો ગરમીથી રાહત મેળવવા આવે છે. સાથે-સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનો લહાવો મળે છે. યાત્રાધામ દ્વારકાની ત્રણે દિશાઓ તરફ અરબી સમુદ્ર આવેલો છે. તેથી ઉનાળામાં પણ અહીનું વાતાવરણ માણવાલાયક હોય છે. અહીં ગરમીનું પ્રમાણ નહીંવત છે. જેથી લોકો અહીં દ્વારકાધિશના સાનિધ્યમાં વહેતી પવિત્ર ગોમતી નદીમાં કલાકો સુધી સ્નાન કરે છે. ગરમીથી રાહત તો મળે જ છે. સાથે સાથે ગોમતી નદીમાં સ્નાન કરવાથી કરણીનુ પૂણ્ય પણ થાય છે.