દ્વારકાના રૂપણ બંદરથી માછીમારી કરવા અંદાજિત 150 જેટલી હોળીઓ સવારે 7 વાગ્યા આસપાસ નીકળી હતી. જેમાં માછીમારી કરવા નીકળેલી ફારુકી નામની હોળીમાં 4 ખલાસીઓ સવાર હતા ત્યારે અચાનક જ પવન ફૂંકાતા ખલાસીએ હોળીનો કાબુ ગુમાવ્યો હતો અને બોટ સમુદ્રમાં ડૂબી હતી.
દેવભૂમિ દ્વારકાના દરિયામાં પવન ફૂંકાતા એક માછીમાર લાપતા, 5 હોળીઓ ડૂબી
દેવભૂમિ દ્વારકા: દરિયામાં અચાનક પવન ફૂંકાવાના કારણે માછીમારી કરવા ગયેલી 150 જેટલી હોળી દરિયામાં ફસાઈ ગઈ હતી અને 5 હોળી ડૂબી ગઈ હતી. તમામ માછીમારોની હોળીઓ તણાય જતા 20 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે એક ખલાસી લાપતા હોવાનું જાણવા મડ્યું છે.
સ્પોટ ફોટો
આ ઘટનાની જાણ આસપાસમાં રહેલા માછીમારોને થતા તેઓએ 3 ખલાસીને બચાવી લીધા હતા જ્યારે 1 ખલાસી હજુ લાપતા છે. આ ઘટનાની જાણ થતા રૂપણ બંદરના આગેવાનો દરિયા કાંઠે એકઠા થઇ ગયા હતા. દ્વારકા નજીક દરિયામાં માછીમારી કરવા ગયેલી 150 જેટલી હોળીઓમાંથી હજુ પણ મોટાભાગની હોળી દરિયામાં હોવાથી માછીમાર સમાજમાં ચિંતા ફેલાઈ હતી.