ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ દ્વારકાધીશ મંદિર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું કર્યું ઉદ્ઘાટન - Dwarkadhish Temple

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શુક્રવારે દ્વારકાની મુલાકાત લીધી હતી. તેમણે દ્વારકાધીશ મંદિર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

DGP DWARKA VISIT
DGP DWARKA VISIT

By

Published : Sep 3, 2021, 5:52 PM IST

  • રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ દ્વારકાની મુલાકાતે
  • દ્વારકાધીશ મંદિર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ઉદ્ઘાટન કર્યું
  • કચેરીમાં એક DySP, સહિત PI નો સ્ટાફ પણ તૈનાત રહેશે

દેવભૂમિ દ્વારકા: રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેમણે યાત્રાધામ દ્વારકા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા દ્વારકાધીશ મંદિર ખાતે સુરક્ષામાં એક વધારો કર્યો હતો અને નાયબ પોલીસ અધિક્ષકની નવી પોસ્ટ જે મંજૂર થઈ છે, તે માટે જરૂરી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં એક DySP, સહિત PI નો સ્ટાફ પણ તૈનાત રહેશે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ દ્વારકાધીશ મંદિર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું કર્યું ઉદ્ઘાટન
  • આશિષ ભાટિયાએ બેટ દ્વારકા ટાપુની પણ મુલાકાત લીધી

આ કાર્યથી પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિર તેમજ મોટી સંખ્યામાં આવતા ભક્તોની સુરક્ષામાં વધારો થશે. આ તકે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા બેટ દ્વારકા ટાપુની પણ મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details