પૃથ્વી પર ત્રણ ઋતુઓનું એક ચક્ર ગતીમાંન છે. જેમાં શિયાળો,ઉનાળો અને ચોમાંસનો અનુભવ સૌ કોઈને થાય છે. ખાસ કરીને હાલમાં ચાલતા ઉનાળાના દિવસોમાં સૂર્ય દેવ પૃથ્વી પર આકરો તાપ વરસાવી રહ્યા છે. ત્યારે મનુષ્ય પોતાના અતિ પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણને પણ ગરમી થતી હશે,તેવા પ્રેમ ભાવ અને ભક્તિના ભાવ રૂપે, દ્વારકાના ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આગામી બે માસ એટલે કે, અખાત્રીજથી અષાઢી બીજ સુધી ચંદન વાઘા અને પુષ્પના વિશેષ શૃગાર કરવામાં આવે છે.
દ્વારકા નિજ મંદિરમાં સેવા પૂજા કરતા બ્રાહ્મણો દ્વારા ખાસ પ્રકારના ચંદનના લેપને તૈયાર કરવામાં આવે છે. ચંદનને ગુલાબ જળ સાથે મિશ્ર કરીને એક ખાસ પથ્થર ઉપર ઘસીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. આચંદન લેપને ખુબજ સુગંધિત અને અતિ કીમતી હોય છે. આ ચંદનના આ લેપને ભગવાન દ્વારકાદિશના શરીર પર કપડા સ્વરૂપે લગાડવામાં આવે છે. બે મહિના સુધી આ ચંદનલેપના પહેરામણા દ્વારા ભગવાનને ગરમીથી રાહત આપવામાં આવે છે.