દ્વારકા: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા શિવરાજપુરબીચ (Shivrajpur Beach Dwarka) પર વાહનોની અવરજવર તથા કચરો ફેંકવા પર જિલ્લા કલેકટર (district collector devbhumi dwarka) દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં આવેલો બ્લુ ફ્લેગ (shivrajpur beach blue flag) ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત, રળિયામણો અને સુંદર નજરાણું ધરાવતો ખૂબ જ આકર્ષક બીચ છે તેથી અહી મોટી સંખ્યામાં પર્યટકો (Tourists At Shivrajpur Beach)આવે છે.
જાહેરનામું તારીખ 20 મે 2022 સુધી અમલમાં રહેશે. આ પણ વાંચો:દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે રેતી શિલ્પ 2019-20 કાર્યક્રમનું આયોજાન કરાયું
20 મે સુધી અમલમાં રહેશે જાહેરનામું-મોટી સંખ્યામાં આવતા પર્યટકોને જોતાં સ્વચ્છતાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા શિવરાજપુર બીચ પર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના ઉપયોગ (Ban On Use Of Plastic) તેમજ વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઇનિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું. આ જાહેરનામું તારીખ 20 મે 2022 સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો:દ્વારકા: શિવરાજપુર બીચના રસ્તાને પહોળો કરવા માટે ટુરિઝમ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી