ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 5 થયો

રાજસ્થાનથી બેટ દ્વારકા આવેલા પરિવારની દોઢ વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 5 થઈ છે.

Etv Bharat
hospital

By

Published : May 12, 2020, 10:59 PM IST


દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજસ્થાનથી બેટ દ્વારકા આવેલા પરિવારની દોઢ વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 5 થઈ છે.

2 મેના રોજ રાજસ્થાન અજમેરથી આવેલા બેટ દ્વારકાના પરિવારમાંથી આ અગાઉ બે કેસ પોઝિટિવ આવ્યાં હતાં. જેમાં 28 વર્ષની મહિલાની દોઢ વર્ષની બાળકીનું મેડિકલ ચેકઅપ કરતા આજે બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સમાચાર સાંભળતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્યની ટીમ દ્વારકા દોડી આવી હતી અને દ્વારકાના મોડેલ સ્કૂલમાં રાખવામાં આવેલી બાળકીને વધુ સારવાર અર્થે ખંભાળિયા ખસેડી હતી.

ABOUT THE AUTHOR

...view details