2015માં જામનગર જિલ્લામાંથી અલગ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો ત્યારે 150 કરોડના ખર્ચે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સરકારી હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. જે બાદ આ હૉસ્પિટલ અપગ્રેડ કરવામાં આવી નહોતી.
2015થી અત્યાર સુધી જિલ્લા વડામથકની મુખ્ય સરકારી હૉસ્પિટલમાં 80 ટકાથી વધુ સ્ટાફ ખાલી છે. જેમાં ખાસ કરીને ક્લાસ વન અને ક્લાસ ટુમાં સર્જન ઓથોપેટીક, પેથોલોજી, ફિઝિશિયન જેવી અતિ મહત્વની પોસ્ટ જ ખાલી છે. જેના કારણે દર્દીઓને સારવાર અર્થે નાછૂટકે જિલ્લા બહાર અથવા ખાનગી હૉસ્પિટલમાં જવું પડે છે.