દ્વારકા વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017નો વિવાદ દ્વારકાથી દિલ્લી સુધી પહોંચ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે સમગ્ર મામલે દ્વારકાની ચૂંટણી રદ કરવા કહ્યું હતું. જે હાઇકોર્ટના ચુકાદાને પબુભા માણેક દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકી પિટિશન દાખલ કરવામાં આવી છે. જેનો આગામી 22 તારીખે ચુકાદો આવશે.
દ્વારકાના પૂર્વ MLA પબુભા માણેક સાથે ખાસ વાતચીત
દેવભૂમિ દ્વારકાઃ 82 દ્વારકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક આ બેઠક પર સતત 7 વખતથી જીતતાં આવ્યા છે. ત્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017નો વિવાદ અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદાને ધારાસભ્યએ પડકાર ફેંકી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા છે. ત્યારે ઈટીવી ભારતે પબુભા માણેક સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો આ મામલે તેમણે શું કહ્યું.....
દ્વારકા MLA પબુભા માણેક સાથે ખાસ વાતચીત
આ સાથે જ પબુભા માણેક દ્વારા જણાવાયું હતું કે, મને ન્યાય પ્રક્રિયા પર સંપુર્ણ વિશ્વાસ છે. લોકોએ પણ તેનો ચુકાદો 2017 માં આપી જ દીધો હતો,અને હું 7 હજાર જેટલા મતોની લીડથી જીત્યો હતો. તેમ છતાં જો ફરીથી ચૂંટણી થાય તો હું ત્રણ ગણા મતોની લીડ એટલે કે 21 હજાર મતથી ચૂંટણી જીતીશ તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.