દ્રારકા: જિલ્લામાં અંદાજે 700થી વધુ માછીમારો દર વર્ષે ઓખા અને પોરબંદર ખાતે માછીમારી માટે આવે છે, પરંતુ લોકડાઉન બાદ તમામ ટ્રેનો રદ થતાં આ માછીમારો અહીં ફસાયા હતા. બંને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કારખાનાઓમાં મજૂરી કામ કરતા 700થી વધુ શ્રમિકો પણ પોતાના વતન જવા માગતા હોવાથી તેઓએ ગુજરાત સરકાર અને યુપી સરકાર સાથે વાતચીત કરીને જવા માટેની મંજુરી માંગી હતી.
1450થી વધુ શ્રમીકોને લઇ ઓખાથી સ્પેશિયલ ટ્રેન રવાના
દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં માછીમારી અને મજૂરી કામ કરવા માટે આવેલા યુપી બિહારના 1450થી વધુ શ્રમીકોને ગૂરૂવારે ઓખાથી સ્પેશિયલ ટ્રેન દ્રારા પરત મોકલવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા: 1450થી વધુ શ્રમીકોને ઓખાથી સ્પેશિયલ ટ્રેન વડે વતન મોકલ્યા
ગુરૂવારે બપોરે ઓખા બંદરથી બંને મળીને અંદાજે 1400થી પણ વધુ શ્રમિકો ઓખાથી યુ.પીની સ્પેશિયલ ટ્રેન મારફતે વતન જવા નિકળ્યા હતા. તમામ શ્રમિકોનું પ્રથમ મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને ઓખા રેલવે સ્ટેશનમાં જવા દેવામાં આવ્યા હતા. ઓખા મંડળની અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા આ તમામ શ્રમીકોને તેમના ઘર સુધી પહોંચે એટલું પૌષ્ટિક આહારની એક કીટ બનાવીને આપવામાં આવી હતી.