દ્વારકા 108 ટીમની પ્રમાણિકતા, હોસ્પિટલ ખસેડાયલા મુસાફરના પૈસા મળતા કર્યા પરત - hospital
દ્વારકાઃ ખંભાળીયા રોડ ચરકલા નજીક કાર ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમા મુસાફરી કરતા યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ હતા. જેઓ ખંભાળીયા નીસાદ રાજેન્દ્રપ્રસાદને ઈજા થઇ હતી તેથી તેમને સારવાર માટે દ્વારકા જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સ્પોટ ફોટો
દ્વારકા 108ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમાં ઈ.એમ.ટી હાર્દિક ડવ અને પાયલોટ પરબત મોરી ઘટના સ્થળે પહોચી ઘાયલોની સારવાર કરી અને ઘાયલ નિશાદ રાજેન્દ્ર પ્રસાદની રોકડ રકમ 10 હાજર અને કિંમતી મોબાઈલ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ જેની રકમ આસરે 35 હાજર જેવી થતી હોય છે. જે મળતા તેમાંના પરિવારને 108ની ટીમે પરત કરેલા હતા.