યાત્રાધામ દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરે જવા માટે ઓખાથી દરિયાઈ માર્ગે લાકડાની હોડીમાં બેસીને બેટ દ્વારકા જઈ શકાય છે .
વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાથી ભારે પવનના કારણે ફેરી બોટ સર્વિસને સવારે 8 થી 11 સુધી બંધ કરવામાં આવી હતી.
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરાઈ
દેવભૂમિ દ્વારકાઃ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી છે. વાતાવરણ ખરાબ હોવાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી દ્વારા આ નીર્ણયને લેવામાં આવયો હતો.
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવામાં આવી, ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીનો નિર્ણય
ઓખા ખાતે આવેલ ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી દ્વારા યાત્રાળુઓ અને બોટ ખલાસીઓની સલામતી માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પોષી પૂનમ અને નાતાલનું વેકેશનની રજાઓને કારણે અહીં આવતા યાત્રાળુઓ બેટ-દ્વારકાના દર્શન કર્યા વગર જ પરત ગયા હતા. બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થશે તો સાંજ સુધી બોટ બંધ રહે તેવી શક્યતા જણાઇ રહી છે.