ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. જેને કારણે બોટિંગ માટે ઈચ્છુક લોકો નિરાશ બન્યા છે. યાત્રાધામ દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલ બેટ દ્વારકા જે ચારેબાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલો છે અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શન કરવા અચૂક જાય છે.
ખરાબ હવામાનને કારણે ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ હાલ પૂરતી બંધ
દ્વારકા: હાલ વાતાવરણમાં અચાનક પલટાની અસર યાત્રાધામ દ્વારકામાં ચાલતી ફેરી બોટ સર્વિસને પડી છે. ખરાબ હવામાનને કારણે ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ સેવાને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.
Devbhoomi Dwarka
ત્યારે આજ સવારથી ખરાબ હવામાનને કારણે યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી ઓખા દ્વારા આ નિર્ણય લેવાયો છે. વિગતો મુજબ, વાતાવરણ સામાન્ય થતાં ફેરી બોટ સર્વિસ ફરીથી ચાલુ કરવામાં આવશે.