હવામાન ખાતાની આગાહી તેમજ બેટ-દ્વારકા આવતા શ્રદ્ઘાળુઓના જાનમાલની સુરક્ષાના હેતુસર ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરાઈ છે.
ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા કરાઈ બંધ, શ્રદ્ઘાળુઓની સુરક્ષા અર્થે લેવાયો નિર્ણય - હવામાન ખાતાની આગાહી
દ્રારકાઃ ખરાબ હવામાનના પગલે યાત્રાળુઓની સુરક્ષા માટે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા બંધ કરવાનો નિર્ણય ઓખા મેરી ટાઈમ દ્વારા લેવાયો છે.
ferry service
દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલા યાત્રાધામ બેટ દ્વારકામાં ઓખાથી બોટ દ્વારા દરિયાઈ માર્ગે બેટ-દ્વારકા જઈ શકાય છે. બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે.
આ નિર્ણયને પગલે ગુજરાત બહારથી આવેલા યાત્રાળુઓ યાત્રાધામ બેટ દ્વારકાના દર્શન કર્યા વગર જ પાછા ફર્યા હતા. ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાતાવરણમાં સુધારો આવતા ફેરી બોટ ફરીથી શરૂ કરવામાં આવશે.