જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી IB દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દ્વારાકાના PIએ પોલીસની કામગીરી અને સતર્કતાને તપાસવા માટે મોકડ્રીલ યોજી હતી. જેમાં PI સ્ટાફે એક ખાનગી વાહનમાં હથિયારો મૂકીને હાઈ-વે પર રવાના કરી હતી. ત્યારે ચેકીંગમાં તૈનાત પોલીસ જવાનોએ આ કારને ઝડપી પાડી હતી.
દ્વારકા PIએ સ્ટાફની કામગીરી તપાસવા મોકડ્રીલ યોજી
દેવભૂમિ દ્વારકાઃ શહેરમાં જન્માષ્ટમીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે. તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રની સતર્કતા મોકડ્રીલ દ્વારા ચકાસવામાં આવી હતી.
દ્વારકા PIએ સ્ટાફની કામગીરી તપાસવા મોકડ્રીલ યોજી
આમ, મોકડ્રીલ દ્વારા પોલીસની કામગીરીની ચકાસવામાં આવી હતી. જેના આધારે પોલીસ વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતાં. સાથે પોલીસ તંત્રને તપાસ સંદર્ભે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.