કહેવત છેકે, ચારે ધામની યાત્રા પૂરી તોજ ગણાય ,કે જો તમે બેટ-દ્વારકામાં બીરાજ માન ભગવાન શ્રી દ્વારકાદિશનાદર્શન કર્યા હશે.આ માટે ભારત ભરના શ્રધાળુઓ એક વાર તો બેટ દ્વારકા કાલીયા ઠાકોરના દર્શન કરવા આવે જ છે. બેટ- દ્વારકામાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. બેટ- દ્વારકામાં આશરે 12 હજાર જેટેલી કુલ વસ્તી છે. જેમાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ યાત્રાળુઓ ઉપર છે. પરંતુ બેટ-દ્વારકામાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ઉકેલાતી નથી, આથી સ્થાનિક લોકો હવે હિજરત કરવાની ચીમકી આપે છે.
બેટદ્વારકાની વસ્તી આશરે 12હજાર છે, તેમજ રોજના 2 થી 3 હજાર યાત્રાળુ અહીં દર્શન કરવા માટે આવે છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે,બેટદ્વારકાપહેલા સ્વત્રંત ગ્રામ પંચાયત હતી ત્યારે પાણીની તંગી ન હતી, પરંતુ જ્યારથી ઓખા નાગરપાલિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી પાણી સમસ્યા વેઠવી પડે છે.બેટ-દ્વારકામાં ડીશનો કેબલ, પેટ્રોલ અને ડીઝલ આરામથી મળી જાય છે. તો પાણી કેમ નહિ ? સ્થાનિક લોકોની સાથે સાથે અહીં આવતા યાત્રાળુઓને પણ પાણી મળતું નથી.
ઓખાબેટ-દ્વારકાવચ્ચે પુલ કરતા પહેલા પાણી આપે તેવીમાંગણી કરાઈ હતી.દેવભૂમિદ્વારકાજિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામબેટદ્વારકાચારે અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં હિંદુ અને મુસ્લિમ વસ્તી હજારો વર્ષોથી વસવાટ કરે છે. બંને સમાજનાલોકો હળીમળી અને એકતાથી રહે છે. અંદાજે 12 હજારની વસ્તી ધરાવતાબેટદ્વારકામાં આઝાદી પેહલા ગાયકવાડ સરકારના સમયના બનાવેલા ટોટલ 7 પૌરાણિક તળાવો આજે ખુબજખરાબ હાલતમાં નજરે પડે છે. એક સમયમાં આ તળાવોનું પાણીબેટદ્વારકાને અહીં આવતા યાત્રાળુઓના પીવાના પાણીની સુંદર વ્યવસ્થા હતીપરંતુ, સમય જતા તમામ વહીવટ સ્થાનિક સ્વરાજ્ય પાસે આવ્યો. આમ સમય જતા સ્થાનિક સ્વાર્થી રાજકારણને કારણે લોકોને ઉપયોગી એવું પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો, સાથે સાથે અહીં વરસાદનું પ્રમાણ પણ ખુબજ ઘટતા આ પૌરાણિક તળાવોના તળ ઊંડા ઉતારવા લાગ્યા જેની સમયસર યોગ્ય જાળવણી નથતા આજેબેટદ્વારકાના તમામ સાતેયતળાવોના પાણી પીવાલાયક રહ્યા નથી.