દ્વારકાઃભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ફૂલડોલ ઉત્સવ તેમ જ હોળી ઉત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવી રહ્યા છે. સમગ્ર દ્વારકામાં વિવિધ વિસ્તાર મોટી સંખ્યામાં આજે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવશે. બીજી તરફ પદયાત્રીઓ માટે પણ કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે સેવકો કેમ્પમાં પદયાત્રીઓની ખડેપગે સેવા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃHoli Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન
પદયાત્રીઓ માટે ભોજનથી લઈ દવા સુધીની સુવિધાઃદ્વારકાથી 2 કિલોમીટર દૂર પૂજારી પરિવાર પણ કેમ્પ યોજી પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. અહીં ભક્તોને ભગવાનરૂપમાં માની સેવા કરવામાં આવી રહી છે. સાથએ જ ગરમ નાસ્તા સાથે જમવાનું અને દવાઓ પણ ઉપલબ્ધ છે. અહીં ભક્તિમય માહોલ જામ્યો હોવાથી યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકામાં હાલ આજ રોજ 3.15 લાખ યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા તો રેકોર્ડ બ્રેક 5 લાખ જેટલા યાત્રિકો હજી દ્વારકાધીશના દર્શન કરશે. તો દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈ ભક્તિમય માહોલ વચ્ચે માનવ મહેરામણ ઉમટ્યું છે. કિર્તીસ્તંભથી યાત્રિકોને એન્ટ્રી છે અને સ્વર્ગદ્વારેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.