ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લાને 31 માર્ચ સુધી લોકડાઉન કરાયો, આરોગ્ય તંત્રએ સઘન ચેકિંગ હાથ ધર્યું - lockdown

દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલેકટર દ્વારા lock down કર્યા બાદ મંગળવારના રોજ જિલ્લાકક્ષાના પત્રકારોની સાથે એક મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં જિલ્લા પોલીસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારીને પણ સાથે રાખવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારીએ જણાવવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલની પરિસ્થિતિ જોતા લોક ડાઉન કરવાથી લોકો પોતાના ઘરની બહાર ન નીકળે અને આ વાઇરસને રોકવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને 31 માર્ચ સુધી લોક ડાઉન કર્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ચેકિંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાને 31 માર્ચ સુધી લોક ડાઉન કર્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ચેકિંગ

By

Published : Mar 24, 2020, 8:48 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લા આરોગ્ય અધિકારી આર. બી. પટેલના જણાવ્યા અનુસાર, હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતા પરિસ્થિતિ થોડીક કંટ્રોલમાં છે. તેમજ બહારથી આવેલા લોકોને તેમના ઘરોમાં જ કોરોનેટ રાખવામાં આવ્યા છે અને તેની સંપૂર્ણ તપાસ અને ચેકિંગ કરવામાં આવી રહ્યી છે. તેમજ જે લોકોને તેના ઘરમાં કેવી રીતે રહેવું તેની સંપૂર્ણ માહિતી આપી છે. તેમજ આ સિવાય ઘરના અન્ય વ્યક્તિઓએ કેવી રીતે આરોગ્યને ધ્યાનમાં રાખી અને આ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે પણ સંપુર્ણ માહિતી આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને 31 માર્ચ સુધી લોકડાઉન કર્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ચેકિંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર બંદર ખાતે અંદાજે સૌથી ઉપરની ઘરને કોરોનેટ કરવામાં આવ્યા છે, તેમની પણ જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય અધિકારીની સાથે રાખીને મુલાકાત લેવામાં આવી હતી. સંપૂર્ણ વિગતો જાણીને સલાહ સુચનો આપવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને 31 માર્ચ સુધી લોકડાઉન
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ચેકિંગ

ABOUT THE AUTHOR

...view details