જન્માષ્ટમી 2019 ઉત્સવ દ્વારકા ખાતે ઉજવાઈ રહ્યો છે. દ્વારકામાં તહેવાર દરમિયાન એક લાખથી પણ વધારે લોકો એકઠા થવાની સંભાવના છે. બહારથી આવતાં યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ન પડે તે સુવિધા હેતુસર દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દેવભુમિ દ્વારકામાં જન્માષ્ટમીને લઈ પોલીસનો ચાંપતો બંદોબંસ્ત - gujaratpolice
દેવભુમિ દ્વારકા: પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમીએ સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. જન્માષ્ટમી 2019 દરમિયાન યાત્રાધામ દ્વારકા ખાતે યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે અંગે તેમની સુરક્ષા માટે દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.
etv bharat dev bhumi
યાત્રાધામ દ્વારકા ખાતે અંદાજે 500 પોલીસ કર્મચારીઓ તેમજ 60 જેટલા પોલીસ અધિકારીઓ તથા 250 જેટલા G.R.D અને હોમગાર્ડ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. યાત્રાધામ દ્વારકામાં તહેવાર દરમિયાન વધુ ભીડના કારણે કોઈ પણ યાત્રાળુઓને પોતાના માલસામાન અંગે તકેદારી રાખવા માટે દેવભુમિ દ્વારકા જિલ્લાના એ.એસ.પી. પ્રશાંત સુમ્બે દ્વારા અપીલ કરાઇ છે. યાત્રા દરમિયાન કોઈ પણ શંકાશીલ વસ્તુઓ અથવા શંકાસ્પદ વ્યક્તિ નજરમાં આવે તો સુરત પોલીસનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.