દ્વારકાઃ ફૂલડોલ ઉત્સવના કારણે જિલ્લામાં મોટી સંખ્યામાં ભક્તો પધારી (Crowd of devotees in Dwarka) રહ્યા છે. તેને જોતા જિલ્લાનો સુદામા સેતુ પૂલ ભક્તો માટે બંધ કરી (Dwarka sudama setu bridge closed) દેવાયો છે. સુદામા સેતુ એક ખુબ જ મજબૂત પૂલ છે અને પ્રવાસીઓ માટે એ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
દ્વારકામાં જામી ભક્તોની ભીડ આ પણ વાંચો -સાંસદ પૂનમ માડમે ઘડ્યા રોટલા..! ભજન, ભોજન અને સેવાનો અનોખો સંગમ સર્જાયો
દ્વારકામાં જામી ભક્તોની ભીડ -સુદામા સેતુ પૂલ એ ગોમતી નદી પર આવેલો છે. અત્યારે ફૂલડોલ ઉત્સવના કારણે લાખોની સંખ્યામાં ભક્તો યાત્રધામ દ્વારકામાં પધારી (Crowd of devotees in Dwarka) રહ્યા છે. અહીં દરરોજ શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. આ વાતને ધ્યાન રાખી અને લોકોની સાવચેતીની જવાબદારી તંત્રની હોવાથી તંત્રએ આ સુદામા સેતુ પૂલ બંધ રાખવાનો નિર્ણય (Dwarka sudama setu bridge closed) કર્યો છે.
આ પણ વાંચો -DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ
અનિચ્છનીય ઘટના ટાળવા પૂલ બંધ કરાયો -હાલ થોડા દિવસોથી દ્વારકામાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ વધતા જ જઈ રહ્યા છે. આ સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકહિતમાં તંત્રએ સુદામા સેતુ પુલ ભક્તો માટે (Dwarka sudama setu bridge closed) બંધ કર્યો છે.