- દ્વારકામાં 57.68 કરોડના વિકાસ કામોનું મુખ્યપ્રધાન દ્વારા ઇ લોકર્પણ
- આવાસનું લોકાર્પણ કર્યા બાદ તેમણે સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું
- પુરવઠા વિભાગના વિવિધ યોજનાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું
- દ્વારકા શહેરમાં 2.50 કરોડ ના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ, હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઇ લોકાર્પણ અને ઇ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણી ઓખા કોસ્ટગાર્ડના આવાસના લોકાર્પણ કર્યા બાદ તેઓ સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ દ્વારકા આવી પહોંચ્યા હતાં. સર્કિટ હાઉસના પાછળના મેદાનમાં ભાજપ કાર્યકરો દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિકાસના 57.68 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ યોજનાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે 400 જેટલા કાર્યકરોને જાહેરસભામાં કુંવરજીભાઇ બાવળિયા તેમજ જવાહર ચાવડા અને પૂનમ માડમે પણ સંબોધન કર્યું હતું.
1.50 કરોડના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કુલ 72 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકર્પણ કરવામાં આવ્યા હતાં. જેમાં દ્વારકામાં હેરિટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ભારત સરકાર પુરસ્કૃત 'HRIDAY' અંતર્ગત દ્વારકા શહેરમાં 2.50 કરોડ ના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ , હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ કર્યું હતું અને અટલ મિશન ફોર રીજુવનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન 'AMRUT' યોજના હેઠળ 1.50 કરોડ ના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું.
57.68 કરોડના ખર્ચે બનેલા પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત