ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળી ફુલડોર ઉત્ત્સવ તહેવારને લઇ ફુડ અને ડ્રગ વિભાગનું ચેકિંગ - Devbhoomi-Dwarka news

હોળી ફુલડોર ઉત્ત્સવ તહેવારને અનુલક્ષીને દ્વારકામા ફુડ અને ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં જોધા માણેક પુતળા પાસેની એક ડેરીમાથી દુધના સેમ્પલ પણ લેવાયા હતા.

હોળી ફુલડોર ઉત્તસવ તહેવારને ફુડ અને ડ્રગ વિભાગનાનુ ચેકિંગ
હોળી ફુલડોર ઉત્તસવ તહેવારને ફુડ અને ડ્રગ વિભાગનાનુ ચેકિંગ

By

Published : Mar 4, 2020, 9:16 PM IST

Updated : Mar 4, 2020, 9:35 PM IST

દેવભૂમિ દ્વારકા : આગામી હોળી અને ફૂલડોર ઉત્સવને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના દ્વારકા ગામમાં યાત્રાળુઓનો ધસારો રહે છે. તેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા અખાદ્ય ખોરાક વેચવામાં ન આવે તેની સાવચેતી રૂપે દેવભૂમિ દ્વારકાની ફુડ અને ડ્રગની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

હોળી ફુલડોર ઉત્ત્સવ તહેવારને લઇ ફુડ અને ડ્રગ વિભાગનું ચેકિંગ

જેમાં દ્વારકામાં વિવિધ ખાદ્ય દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ અને દ્વારકાના જોધા માણેકના પુતળા પાસે કનૈયા દૂધની ડેરીમાંથી દૂધના સેમ્પલ લઈ અને લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા. તે દરમિયાન વેપારી સાથે વાત કરતાં વેપારીઓએ જણાવ્યું કે, વર્ષો પહેલાના પણ બે કેસ ચાલુ છે. તેનો પણ નિકાલ નથી આવ્યો અને ત્રીજી વખત સેમ્પલ લેવામા આવ્યા છે.

Last Updated : Mar 4, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details