દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા તાલુકામાં મીઠાપુરના ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમાં એક પાર્ક કરેલી ખાનગી બસમા અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનામાં બસ સંપૂર્ણરીતે બળીને ખાખ થઇ હતી. જો કે, બસ ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.
ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમાં બસમાં આગ લાગી, જાનહાની ટળી - દ્વારકામાં બસમાં આગ
દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમા ખાનગી બસમા અકસ્માતે આગ લાગી હતી. જો કે બસ ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.
devbhumi dwarka news
ટાટા કેમિકલ્સના ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી હતી. બસની ડીઝલ ટેન્ક સુધી આગ પહોંચે તે પહેલા મીઠાપુરના ટાટા કેમીકલ્સની ફાયર ટીમે આવીને આગને કાબૂમા લીધી હતી.
બસને રહેણાક વિસ્તારમા પાર્ક કર્યા બાદ આગ લાગતા સ્થાનીક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી નુકસાની ટળી હતી. ઘટનાની જાણ થતા દ્વારકા નગર પાલીકાની ફાયર ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.