ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત કુલ 117 લોકોએ કર્યુ રક્તદાન

દ્વારકા પોલીસ સ્ટેશન સ્ટાફ, એસ.આર.પી.હોમ ગાર્ડ અને પાંચ મહિલા સહિત કુલ 117 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

dwarka police
dwarka police

By

Published : Apr 9, 2020, 8:20 PM IST

દેવભુમિ દ્વારકાઃ કોરોના વાઇરસના કહેરના કારણે ભવિષ્યમાં કોઇ દર્દીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જો લોહીની જરૂર પડે તો તરત મદદ કરી શકાય તે માટે દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસ.આર.પી. તથા હોમ ગાર્ડના જવાનો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકા પોલીસ સ્ટેશન સ્ટાફ, એસ.આર.પી.હોમ ગાર્ડ અને પાંચ મહિલા સહિત કુલ 117 લોકોએ પોતાના અમૂલ્ય બ્લડનું દાન કર્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દાન કરી રહ્યાં છે. ત્યારે દ્વારકમાં પોલીસ સહિત 117 લોકો રક્તદાન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details