ભીમરાણાના ખેડૂતોને પાક વીમો ન મળતા પાઠવ્યું આવેદન પત્ર
દેવભૂમિ દ્વારકાઃ ચાલુ વર્ષે ચોમાસુ નબળું હોવાથી ખેડૂતોને ભારી ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. તદ્ઉપરાંત દ્વારકાના ભીમરાણા ગામમાં વરસાદ નહીવત થયો હતો અને ભેજ અને ખારાશ વળી જમીનને કારણે કુવા અને બોરના તળ પણ ખારા થઇ ગયા છે. જેથી ખેડૂતોને પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન રહેતા માત્ર સરકારી સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે.
ફોટો
વધુમાં અહીંની મોટા ભાગની જમીનસમુદ્રી કિનારે આવેલી હોવાથી ખેડૂતોસીમીત પ્રમાણમાં પાક લઇ શકે છે. ઉપરથી સરકારે જાહેર કરેલા પાક વીમો ખેડૂતોને મળ્યો ન હોવાથી આજે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી ભીમરાણા ગામના તમામખેડૂતોએ દેવભૂમિ દ્વારકાની પ્રાંત કચેરીએ પહોંચીલેખીતમાં આવદેન પત્ર પાઠવીસરકારને અરજી કરી હતી કે,ઝડપથી જગતના તાતને તેમના હકનો પાક વીમો આપવામાં આવે.