દ્વારકા નજીકના રુપેણ બંદર ઉપર નાની નાની હોળીઓમાં અંદાજે 3500 જેટલા માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં 15 જૂનથી 15મી ઓગસ્ટ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે, આ તારીખ દરમિયાન કોઇ પણને માછીમારી કરવા દરીયામાં ન જવું. કારણ કે, આ સમયે હવામાન ખરાબ છે.
તંત્રના આદેશને અવગણી રુપેણ બંદરે માછીમારી કરવા જતા 8ના મોત - માછીમારો ડૂબ્યા
દ્વારકા: સમગ્ર રાજ્યમાં હાલ વરસાદનો વાતાવરણ છે. ત્યારે વડોદરા, રાજકોટ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. ત્યારે જિલ્લા નજીકના રુપેણ બંદર પર કલેકટરના જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરવા દરિયામાં ગયેલા આઠના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, તો હજુ પણ બે લોકો લાપત્તા છે.
જાહેરનામું આપવા છતાં પણ સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ અમુક માછીમારો પોતાના જીવના જોખમે માછીમારી કરવા દરિયામાં ગયા હતા. જેમાંની બે બોટ ખરાબ હવામાન ખરાબ હોવાથી ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કુલ 8 માછીમારોના મોત થયા હતા. અને હજૂ પણ બે માછીમારો લાપત્તા છે.સ્થાનિક તંત્રને આ ઘટનાની જાણ થતા તમામ એજન્સીઓ દોડી આવી હતી.દ્વારકા પોલીસે તમામ માછીમારોના મૃતદેહોને કબ્જે કરી પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ ઓખાના અધિકારીઓને બોલાવી યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા.