દ્વારકાના કલ્યાણપુર ગામના હેમંત ભાઈ પરમાણીની 20 વર્ષની દીકરી સવારે લીમડાનુ દાતણ તોડવા જતા પગ લપસી જતા 100ફુટ ઊંડા કુવામાં પડી ગઇ હતી. આ યુવતીને બચાવવા તેના પિતા પણ કુવામાં ઉતર્તા તેઓ પણ ફસાઈ ગયા હતા. આ સમયે નજીકના વાડી વિસ્તારમાંથી એક અન્ય યુવાન પણ બંનેને બચાવવા કુવામાં ઉતરતા તે પણ કુવામાં ફસાયો હતો, ત્યારે દ્વારકા ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરતા તાત્કાલિક દોડી આવી હતી, અને હેમતભાઈ પારમાંણી અને તેમની પુત્રીને સાથે અન્ય એક યુવાનને કુવામાંથી બહાર કાધાવમાં સફળ થાય હતા.
100 ફૂટ ઊંડા કુવામાં યુવતી પડી, બચાવવા ગયેલા લોકો પણ ફસાયા!
દ્વારકાઃ શહેરના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહતા એક પરિવારની 20 વર્ષની દીકરી કુવા નજીકના વડલા પાસે દાતણ કાપવા જતા અકસ્માતે 100 ફૂટ ઊંડા કુવામાં પડી ગઈ હતી. આ યુવતીને બચાવા જતા યુવતીના પિતા અને એક યુવક પણ કુવામાં ફસાઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરને થતા દ્વારકા ફાયરની ટીમે ત્રણેને હેમખેમ બહાર કાઢ્યા હતા.
સ્પોટ ફોટો
દ્વારકા ફાયરની ટીમ અનેક વાર આવા અકસ્માતોમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. દ્વારકા નગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા એક સાથે ત્રણ માનવ જીંદગી બચાવતા સ્થાનીક લોકોએ તેમની ટીમને ખબૂ ખુબ અભિનંદન આપ્યા હતા.