ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં સુબીર CHCના અધિક્ષક વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સી.એચ.સીના અધિક્ષક ડો. સુરેશ પવાર ઉપર આરોગ્ય કર્મી તરીકે ફરજ બજાવતી મહિલાએ જ જાતીય સતામણી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના અન્વયે સુબીર પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડાંગના સુબીર સી.એચ.સીના અધિક્ષક વિરૂદ્ધ જાતીય સતામણી બાબતે મહીલાએ પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ડાંગના સુબીર સી.એચ.સીના અધિક્ષક વિરૂદ્ધ જાતીય સતામણી બાબતે મહીલાએ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

By

Published : May 20, 2020, 9:49 PM IST

ડાંગ: જિલ્લાના સુબીર ગામે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહીલાએ સુબીર સી.એચ.સીના અધિક્ષક અને તબીબ ડો. સુરેશ પવાર ઉપર જાતીય સતામણી અને અશોભનીય વર્તન કરવા અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. આ અરજી દાખલ કરનાર યુવતી આરોગ્ય કર્મી તરીકે નોકરી કરતી હતી.

આ યુવતી દ્વારા તબીબ અધિક્ષક ડૉ. સુરેશભાઇ પવાર ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે, ડો સુરેશભાઇ પવાર તેઓનાં ગૃહસ્થી જીવનમાં દખલગીરી કરી રહ્યાં હતા. આ યુવતીની સગાઈ થઇ ગઇ છે તેમ છતાં અન્ય છોકરો શોધી આપવાની અશોભનીય વાતો ડો. સુરેશ પવાર દ્વારા યુવતીને ફોન કરીને કહેવામાં આવી હતી. આ સાથે જ વારંવાર યુવતીને ફોન કરીને પરેશાન કરવામાં આવી હતી.

તારીખ 5 મે ના રોજ યુવતીને કોન્ટ્રાક્ટના કાગળિયા લઇ રૂમ પર બોલાવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા બદલ જાતીય સતામણી કરી શારીરિક માંગણી કરવામાં આવી હતી. આખરે કંટાળીને આ યુવતીએ 14 મે ના રોજ ડો. સુરેશભાઇ પવાર વિરૂદ્ધ સુબીર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે અરજીને ધ્યાનમાં લઇ સુબીર પોલીસે પ્રાથમિક તપાસ કરી યુવતીને ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી.

સુબીર સી.એચ.સીના અધિક્ષક અગાઉ પણ વિવાદોમાં આવી ચુક્યા છે, ત્યારે એક મહિલા આરોગ્યકર્મી સાથે ટેલીફોનીકમાં અશોભનીય વાતચીત કરતા આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ગુન્હો દાખલ કરવાની માંગ કરી હતી.

હાલમાં આ તબીબ આહવા સિવિલ હોસ્પિટલમાં પણ ફરજ બજાવી રહ્યાં છે, આ સાથે જ તેઓને સુબીર સી.એચ.સીના અધિક્ષકનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, ત્યારે મહિલાની અરજીના સંદર્ભે સુબીર પોલીસ મથકના PSI બી.આર.રબારીએ ડો. સુરેશ પવાર સામે ગૂન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details