ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્યું - Moti Dabas village of Dang

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્ય હતું. RBSKનો મુખ્ય ઉદેશ્ય જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકની ખોટ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે. આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદનશીલ છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્યુ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્યુ

By

Published : Jun 29, 2020, 9:10 PM IST

ડાંગ: ઘરમાં બાળકનાં એક સ્મીતથી પરિવારજનો ખુશ ખુશાલ થઇ જતા હોય છે.હસતા બાળકને જોઇને કોઇપણ માતા-પિતા પોતાના દુખ દર્દ ભૂલી જતા હોય છે. રમતા બાળકને હાથમાં લેતા જ કોઇપણ પિતાનો થાક ક્ષણ ભરમાં ગાયબ થઇ જતો હોય છે. પણ જ્યારે બાળકને કોઇ તકલીફ હોય ત્યારે પરિવારજનો આર્થિક અને માનસિક તકલીફમાં ધકેલાઇ જતા હોય છે.

આવો જ એક કિસ્સો ડાંગ જિલ્લાનાં મોટી દબાસ ગામમાં રહેતા ગણેશભાઈ પવારનાં પુત્ર જોસેફને જલોદર થતાં ગણેશભાઈનો આંનદ ઉત્સાહ છીનવાઈ ગયો હતો અને તેઓ ચિંતાતુર થઇ ગયા હતા, ત્યારે શાળા તપાસણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમ નબંર:DGAHT602 દ્વારા (RBSK) ટીમના ડોકટરોએ તેમને આશ્વાશન આપ્યુ હતુ કે, તેમનું સફળ ઓપરેશન થઇ શકશે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (RBSK) હેઠળ કામ કરતા કર્મીઓએ વધુમાં જણાવ્યું હતુ કે, RBSKનો મુખ્ય ઉદેશ્ય જ જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકની ખોટ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે.

આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદનશીલ છે. અને દેશમાં જન્મેલુ બાળક સશક્ત સ્વાસ્થ્ય રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામુલ્યે તમામ સારવાર આપવામાં આવે છે. આમ પ્રાથમિક તપાસ કરી, જેમાં બાળકના પેટનો ભાગ ફુલેલી હાલતમાં તથા શ્વાસ લેવામાં તકલીફનાં કારણે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ નિદાન સારવારની જરુરીયાત જણાતા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે નિદાન થયા બાદ જણાયું કે, બાળકને BUDD CHIARI SYNDROME છે.જેની સારવાર માટે બાળકને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરાયો હતો. જ્યાં બાળકનું ANGIOPLASTYનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. બાળક સારવાર બાદ સંપૂર્ણ પણે સ્વસ્થ છે.

રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્ય કરતી ટીમ:DGAHT602નાં ફોલોઅપ હેઠળ છે. સારવાર બાદ બાળક અને બાળકના માતા-પિતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અને આરોગ્ય શાખાનો આભાર માન્યો હતો. સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય યોજના થકી આ દિકરાનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવતાં તેને નવજીવન પ્રાપ્ત થતા પરિવારજનોમાં પુન: આનંદ પ્રસરી ગયો છે. જ્યારે આર.બી.એસ કે ટીમના ડૉ.ધનરાજ દેવરે, ડૉ. ઈર્શાદ વાણી તથા આર એક્સ.સપના ગાવિત (ફાર્માસિસ્ટ)નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

ડૉ. ધનરાજ.પી. દેવરે (SH-RBSK MO)નાં કહ્યા અનુસાર દર દશ લાખની વસ્તીએ આવું એક દર્દી હોય છે. આ દર્દીમાં લીવરની શીરાઓમાં રહેલું લોહી ગંઠાવાથી અવરોધ ઉભો થાય છે. આ કારણથી લીવરથી લોહી હૃદયને પહોંચતુ નથી. યોગ્ય પ્રવાહનાં હોવાના કારણોસર લીવરને પ્રમાણસર ઓક્સિજન મળતુ નથી અને લીવરની કાર્યક્ષમતામાં અવરોધ આવે છે. જેથી લીવરને ગંભીર નુકસાન થવાની અથવા લીવર ફેલ થવાની સ્થિતી ઉભી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details