તાજેતરમાં જાજરૂની ઝુંબેશ બાબતે સંબંધિત અમલિકરણ અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં વઢવાણિયાએ જિલ્લાના ઘરે-ઘરે શૌચાલય નિર્માણ સાથે પરિવારનો દરેક સભ્ય તેનો સમુચિત ઉપયોગ કરે તે બાબતે તેમને જાગૃત કરવાનું પણ આહવાન કર્યું હતું. ઘરેલું શૌચાલય સાથે જાહેર સ્થળોએ બનાવવામાં આવેલા શૌચાલયની સ્વચ્છતા રાખવા સાથે, ખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ ન કરવાની સમજ બાબતે પ્રજાજનોને જાગૃત કરવાની અપીલ કરી હતી. વધુમાં વઢવાણીયાએ કચરા પેટીમાં સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવો તાલુકા તથા જિલ્લાની કચેરીઓમાં ફાઇલ વર્ગીકરણ અને જુના ફર્નિચરનો નિકાલ જેવી બાબતોએ પણ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
ડાંગમાં 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત જાજરૂની ઝુંબેશને વેગવાન બનાવાશે - accelerated
ડાંગઃ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ યોજનામાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ખાસ સુચના આપી છે કે, જિલ્લાનું એક પણ કુટુંબ શૌચાલય વિહોણું ન રહેવું જોઈએ.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના આરોગ્ય કમિશ્નર સુશ્રી જયંતિ રવિ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક બુકલેટ સ્વચ્છ અને સ્વસ્થ ડાંગના નિર્માણ માટે ઉપયોગી સાબિત થઇ રહેશે તેમ જણાવતા વઢવાણિયાએ આ કાર્યક્રમમાં સૌને સહભાગી થવાની પણ અપીલ કરી છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી.પટેલ, નાયબ વન સંરક્ષકો, અગ્નિશ્વર વ્યાસ, દિનેશ રબારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા, સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણી, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, સહિતસ્વચ્છ ભારત મિશન સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ વગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.