ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સાપુતારામાં મુસાફરોનું સ્ક્રિનીંગ શરૂ કરાયું

મહારાષ્ટ્ર રાજયમાં કોરોના વાઇરસના કેસ વધુ જોવા મળી રહ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ગિરિમથક સાપુતારામાં વાહનોની અવરજવર વધારે જોવા મળે છે. ત્યારે સાપુતારા બોર્ડર ચેકપોસ્ટ પાસે પી.એચ.સીના સ્ટાફ દ્વારા વાહનો રોકીને મુસાફરોના સ્ક્રિંનીંગ કરવામાં આવ્યાં હતાં.

Travelers
ગુજરાત

By

Published : Mar 22, 2020, 9:01 PM IST

ડાંગ: વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસની મહામારીનાં કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતાે કરફ્યૂનું આહવાન કર્યું હતું. ત્યારે આ જનતા કરફ્યૂમાં ડાંગના તમામ આદિવાસીઓએ સહકાર આપ્યો હતો. ડાંગના મુખ્ય મથક આહવા ખાતે સવારથી જ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતાં.

ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર, સાપુતારામાં મુસાફરોનાં સ્ક્રીનીંગ શરૂ કરાયા

જેમાં સુબિર, આહવા અને વઘઇ તાલુકાના તમામ ગ્રામ વિસ્તારોમાં લોકો ઘરમાં જ રહીને જનતા કરફ્યૂનું સમર્થન કર્યું હતું. ગિરિમથક સાપુતારામાં જનતા કરફ્યૂને સમર્થન કરતા ગઇકાલથી જ તમામ નાના ધંધાર્થીઓ સહિત ઢાબા વગેરે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે હોટેલ સહિત રેસ્ટોરન્ટ પણ બંધ જોવા મળી હતી. કલેકટરના આદેશ મુજબ સાપુતારાના તમામ જાહેરસ્થળોને બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ ધારા 144 લાગુ કરવામાં આવી હતી.

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સાપુતારામાં મુસાફરોનું સ્ક્રિનીંગ શરૂ કરાયું

સાપુતારા ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું હોવાથી અહીં અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોની અવરજવર ચાલુ રહે છે. અન્ય રાજ્યોમાંથી માલસામાન ભરેલા ટ્રકોની અવરજવર સતત ચાલુ હોય છે. ત્યારે જનતા કરફ્યૂના સમર્થનમાં ખુબજ ઓછા વાહન ચાલકો જોવા મળ્યા હતાં. તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા વાહન ચાલકોનું કોરોના વાઇરસના ડરના કારણે સ્ક્રિનીંગ કરવું જરૂરી છે. ત્યારે સાપુતારા ચેકપોસ્ટ પર પોલીસની ઉપસ્થિતમાં સાપુતારા પી.એચ.સીના સ્ટાફ દ્વારા આવતા જતા વાહનોને ઉભા રાખીને લોકોનું સ્ક્રિનીંગ કર્યા બાદ જ તેમને જવા દેવામાં આવ્યા હતા.

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સાપુતારામાં મુસાફરોનું સ્ક્રિનીંગ શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details