ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ગટર ક્લીનીંગની કૃતિને રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ એનાયત

ડાંગઃ રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ પ્રદર્શનનું ન્યુ દિલ્હી IIT ખાતે આયોજન થયું હતું. જેમાં ડાંગ જિલ્લાની કૃતિ ગટર ક્લિનરને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યો છે. આ ગટર ક્લિનર દ્વારા ગંદા પાણી કચરા કે અન્ય સામગ્રીનું સરળતાથી નિકાલ થાય છે. તથા ગટરની અંદર જવાની જરૂર રહેતી નથી. આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 23, 2019, 7:11 AM IST

રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ પ્રદર્શન ન્યુ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની દગડી આમ્બા પ્રા.શાળામાં અભ્યાસ કરતી આશા પવારએ પણ ભાગ લીધો હતો. આ પ્રદર્શન માટે ભારતમાંથી ત્રણ લાખ પ્રોજેક્ટોનું રજિસ્ટ્રેશન કરાયું હતું. 850 જેટલા મોડલએ વિવિધ સ્તરે પસંદગી પામીને IIT કેમ્પસમાં ભાગ લીધો હતો. જેમાંથી 60 મોડલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દગડી આંબા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશા પવારની કૃતિ પસંદગી પામી હતી અને રાષ્ટ્રીય કક્ષાનો 'ઇન્સ્પાયર માનાંક એવોર્ડ' પ્રાપ્ત કર્યો હતો.

ડાંગમાં ગટર ક્લીનીંગની કૃતિને રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ એનાયત

આ પ્રોજેક્ટ ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપર આધારિત છે. જે ભૂગર્ભ ગટરમાં તેમજ કોઈપણ ગટરમાં રહેલા ગંદા પાણી કચરા કે અન્ય સામગ્રીનું સરળતાથી નિકાલ કરે છે. કોઈપણ ગટર સાફ કરવા માટે કોઈ વ્યક્તિએ ગટરની અંદર જવાની જરૂર રહેતી નથી ગટર સાફ કરતા સમયે થતા અનિચ્છનીય અકસ્માત તેમજ તેમાંથી થતી વિવિધ બીમારીઓથી પણ બચી શકાય છે. આ સાધન સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ચલાવી શકે છે અને તેના માટે જનરેટર કે મોટરની જરૂરિયાત રહેતી નથી. આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

ABOUT THE AUTHOR

...view details