ડાંગ જિલ્લામાં પ્રજાએ સ્વખર્ચે જ રસ્તાઓનું કર્યું રીપેરીંગ કામ
ડાંગ : જિલ્લાના વાંઝીટેમ્બરૂનથી મુરમબારી ગામનો રસ્તો આશરે 7 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જેના થોડા વર્ષો બાદ માર્ગની પરિસ્થિતિ વિકટ બનતા અહીંના નિવાસીઓ દ્વારા વહીવટ તંત્રને વારંવાર પેચિંગ અને રીપેરકામ માટે રજુઆત કરી હતી, પરંતુ, તંત્રના અનઘડ વહીવટીને કારણે કામ શરૂ કર્યુ ન હતુ. પરંતુ તે તંત્રનું કરવાનુ કામ ગામ લોકોએ જ કરવાનુ શરૂ કર્યુ હતું.
ડાંગ જિલ્લામાં પ્રજાએ સ્વખર્ચે જ રસ્તાઓનું રીપેરકામ કરી નાખ્યુ
ગુજરાત સરકાર વિકાસની મોટીમોટી વાતો કરે છે. ખરેખર ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તોઓ બિસ્માર બન્યા છે. મુરમબારી અને વાંઝીટેમ્બરૂન ગામના લોકો દ્વારા આ બાબતે ઉચ્ચકક્ષાએ મૌખિક રજુઆત કરી હતી. પરંતુ, તેમના ઉડાવું પ્રતિઉત્તર માત્ર ને માત્ર લોકોને ખોટા વાયદા કર્યા હતા. ગામના લોકો દ્વારા જણાવ્યાં મુજબ રસ્તા રીપેરના કામગીરીની ગ્રાન્ટ તેમને પોતાના અંગત કામ માટે વાપરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને ગામ લોકોએ પોતાના ખર્ચે જ રોડ બનાવી લીધા હતાં.