ગુજરાત

gujarat

ETV Bharat / state

પેન્ટિંગ દ્વારા આદિવાસી સંસ્કૃતિનો સંદેશ આપી રહ્યા છે આ પિતા-પુત્ર

ડાંગ: રાજ્યના છેવાડે આવેલો ડાંગ જીલ્લો તેની વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો છે. વર્તમાન સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ શહેરીકરણ તરફ વળી રહી છે ત્યારે પેન્ટિંગ દ્વારા અહીંના પિતા-પુત્રની જોડી પોતાની આદિવાસી સંસ્કૃતિ અને લોકજીવન જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યાં છે.

Dang
વારલી પેન્ટિંગનો વારસો

By

Published : Dec 14, 2019, 6:48 AM IST

ડાંગ જિલ્લાના વઘઈથી 12 કિલોમીટર દુર આવેલા ભવાડી ગામમાં રહેતાં જયેશભાઈ મોકાસી જેઓ વ્યવસાયે ખેડૂત છે. તેમનું નેશનલ મેડિસિન પ્લાન્ટ્સ બોર્ડ દ્વારા આયોજિત સેમિનારમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જયેશભાઈએ આદિવાસી લોકોની ઓળખ સમાન વારલી પેન્ટિંગનો વારસો પણ જાળવી રાખ્યો છે. આ પેન્ટિંગ ગેરુથી રંગાયેલી લીંપણવાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવેલ સફેદ રંગ વડે કરવામાં આવે છે.

લગ્ન પ્રસંગે, તહેવારમાં અને નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ પ્રકારના ચિત્રો ઘરની મુખ્ય દીવાલ પર દોરવામાં આવે છે. આ ચિત્રકળા વર્ષો જૂની છે અને વર્તમાન સમયમાં આધુનિકતાને કારણે લુપ્ત થતી જાય છે ત્યારે આ કળાને જાળવી રાખવા જયેશભાઈ મોકાસી અને તેમના પુત્ર કિરણભાઈ મોકાસી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વારલી પેન્ટિંગ દ્વારા પોતાની સંસ્કૃતિની જાળવણી કરી રહેલા પિતા-પુત્રની આ જોડીના પેન્ટિંગ દેશ-વિદેશમાં જાય છે.

પેન્ટિંગ દ્વારા આદિવાસી સંસ્કૃતિનો સંદેશ આપી રહી છે આ પિતા-પુત્રની જોડી

જયેશભાઈ અને તેમના પુત્ર પોતાની પેન્ટિંગમાં સમાજને સંદેશ આપતા ચિત્રો દોરે છે. જેમકે સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ વગેરે. ડાંગ જિલ્લાની આહવા ખાતે આવેલી માહિત ખાતાની ઓફીસ, સર્કિટ હાઉસ, સાપુતારા તેમજ અન્ય જાહેર સ્થળોએ વારલી પેન્ટિંગ લોકોને આકર્ષિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details