- ડાંગમાં એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો પગરવ યથાવત
- હવામાન વિભાગે કોલ્ડ વેવની કરી હતી આગાહી
- સાપુતારામાં છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી
- ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 30એ પહોંચ્યું
- ઠંડીથી બચવા લોકોને હવે તાપણા કરવાની ફરજ પડી
- ડાંગમાં વારંવાર માવઠાનાં કારણે ભારે ઠંડીથી લોકો ધ્રુજ્યા
ડાંગઃ નવેમ્બર મહિનાથી માવઠુ પડતાં ડાંગી જનજીવને વારંવાર ઠંડી ધ્રુજાવી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો વધતા સમગ્ર વિસ્તારોનું વાતાવરણ ઠંડકમય બની ગયુ છે. સવારના સમયે સમગ્ર વાતાવરણમાં ધુમ્મસમય વાતાવરણ બની જાય છે. આ ઉપરાંત ઝિરો વિઝિબિલિટી જોવા મળે છે. રાજ્યના હવામાન વિભાગની કોલ્ડ વેવની આગાહીના પગલે સતત બે અઠવાડિયાથી ડાંગના ગામડાઓમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે.
ડાંગમાં કાતિલ ઠંડીની જનજીવન ઉપર અસર