ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં લોકડાઉન દરમિયન અટવાયેલી સગર્ભા માતાની યોગ્ય સારવાર દ્વારા સફળ પ્રસૂતિ કરાઇ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં લોકડાઉન દરમિયાન અટવાયેલી સગર્ભામાતાની યોગ્ય સારવાર દ્વારા સફળ પ્રસૂતિ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં લોકડાઉન દરમિયન અટવાયેલી સગર્ભામાતાની યોગ્ય સારવાર દ્વારા સફળ પ્રસૂતિ કરાઇ
ડાંગ જિલ્લામાં લોકડાઉન દરમિયન અટવાયેલી સગર્ભામાતાની યોગ્ય સારવાર દ્વારા સફળ પ્રસૂતિ કરાઇ

By

Published : May 29, 2020, 7:58 PM IST

ડાંગ જિલ્લોએ ગુજરાતના દક્ષિણે આવેલa નાનો જિલ્લો છે. અહીંની મોટા ભાગની વસ્તી આદિવાસી અને ગરીબ છે. તેઓ ચોમાસામાં વરસાદ આધારિત ખેતી તેમજ પડોશના રાજય મહારાષ્ટ્ર અને ગુજરાતના નજીકના જિલ્લામાં સ્થળાંતર કરી મજૂરી દ્વારા ગુજરાન ચલાવે છે.


હાલમાં જિલ્લામાં કોરોના વાઇરસ (COVID-19) ની વૈશ્વિક મહામારીના સંક્રમણને ફેલાતો અટકાવવા સમગ્ર ગુજરાત રાજયમાં લોકડાઉનની લાગુ કરવામાં આવ્યો છે. એવા સંજોગોમાં ડાંગ જિલ્લા નજીકના મહારાષ્ટ્ર રાજયમાં મજૂરી અર્થે ગયેલા મજૂરો લોકડાઉનના કારણે ભારે અટવાયા હતા. જેમાં ડાંગના સુબીર તાલુકાના જારસોળનું પરિવાર મુશ્કેલીમાં મૂકાતા જિલ્લાનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર વહારે આવ્યું હતું.


સરકારના લોકડાઉનના દિશા- નિર્દેશો મુજબ ડાંગ જિલ્લાની આંતર રાજય સરહદોને શીલ કરતા વાહન-વ્યવહારની સેવા બંધ થઇ છે. પંઢરભાઇ પવાર તેમના પત્નિ જોશનાબેન પંઢરભાઇ પવાર અને નાની દિકરી સાથે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ ખાતે મજૂરી અર્થે ગયા હતા. ત્યાંથી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જારસોળ ગામે વતનમાં પરત આવવા પગપાળા ચાલતા જિલ્લાની આંતર રાજય સરહદ ચીંચલી ફોરેસ્ટ નાકા ખાતે રાત્રીના સમયગાળા દરમિયાન આવી પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રથી ચાલતી આવેલી સગર્ભા જોશનાબેન પંઢરભાઇ પવારને 7મો મહીનો ચાલતો હતો. તેમની અચાનક તબિયત લથડતા ચીંચલી ફોરેસ્ટ નાકા ખાતે આરોગ્ય વિભાગની મેડીકલ ટીમના સભ્ય શંકરભાઇ બાગુલએ સગર્ભામાતાની સ્થિતિને પારખી તેમને જિલ્લા કક્ષાએ કરી તેમના માર્ગદર્શન હેઠળ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી સફળ પ્રસૂતિ કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details