એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ શિખરતાની સીડીઓ ચડતી જ જાય છે. સરિતાએ હાલમાં જ પોલેન્ડ ખાતે રમાયેલી યુરોપ એથ્લેટીક્સ 2019માં ભાગ લીધો હતો.જેમાં 400 મીટર મહિલા દોડમાં અન્ય 14 પ્રતિસ્પર્ધીને પાછળ રાખી 54.21 સેકન્ડમાં લક્ષ પૂરો કર્યો હતો. ત્યારબાદ તરત જ પોલેન્ડની નેશનલ Kutno Athletics Meetમાં ફરી વખત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતાએ ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી દેશ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ સમાચારથી દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.
ડાંગ એક્સપ્રેસની ફરી એક સિદ્ધી, ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો
ડાંગઃ ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ફરી એક વાર વિદેશી ધરતી પર છવાઈ ગઈ છે. સરિતા ગાયકવાડે પોલેન્ડની નેશનલ લેવલની એથલેટિક્સ સ્પર્ધામાં 400 મીટર દોડમાં ભાગ લીધો હતો. સરિતાએ આ દોડ ફક્ત 52.77 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ડાંગ એક્સપ્રેસની ફરી એક સિદ્ધી, ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો
ડાંગ જિલ્લાના લોકો સરિતાનું ઉમળકાભેર સ્વાગત કરવા લોકો આતુર બન્યા છે. ગરીબ પરિવારમાં ઉછેરેલ સરિતા ગાયકવાડ પોતાની મહેનતે રમત ક્ષેત્રે આગળ આવી છે, જેના ઘરે આજે પણ ભૌતિક સુવિધાનો અભાવજોવા મળે છે. સરિતાના કાચા ઘરમાં મેડલોનો ભરમાર છે. એક મુલાકાત દરમ્યાન સરિતાના માતા-પિતાએ જણાવ્યું હતું કે સરિતા પાછી આવીને ઘરનો પાયો નાખશે.
Last Updated : Jul 9, 2019, 3:16 PM IST