ગુજરાત

gujarat

ડાંગ જિલ્લામાં રૂપિયા 29.77 કરોડના ખર્ચે રિકાર્પેટ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં

By

Published : Dec 25, 2020, 7:52 PM IST

Updated : Dec 25, 2020, 8:08 PM IST

ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં સમાવિષ્ટ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં રિકાર્પેટ રસ્તાઓની કામગીરી માટે રૂપિયા 29.77 કરોડ ફાળવવામાં આવ્યાં છે.

ડાંગ જિલ્લામાં રૂપિયા 29.77 કરોડના ખર્ચે રિકાર્પેટ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં
ડાંગ જિલ્લામાં રૂપિયા 29.77 કરોડના ખર્ચે રિકાર્પેટ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં

  • ડાંગ જિલ્લામાં રિકાર્પેટ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં
  • રૂપિયા 29.77 કરોડના ખર્ચે રસ્તાઓ રીપેર કરવા માટે મંજૂરી આપવામાં આવી
  • આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં રિકાર્પેટ રસ્તાઓની કામગીરી માટે મંજૂરી

ડાંગઃ જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં રૂપિયા 29.77 કરોડના ખર્ચે રસ્તાઓ રીપેર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જે અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્ર દ્વારા ડાંગ-વલસાડના સાંસદ, ડાંગના ધારાસભ્યને તથા જિલ્લાનાં ભાજપના પ્રધાનોને જાણ કરતો પત્ર પાઠવ્યો છે.

ડાંગ જિલ્લામાં ભાજપની જંગી બહુમતીથી વિજય થતાં વિકાસકીય કામો

ગત મહિનામાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં ભાજપ ઉમેદવારની જંગી બહુમતી સાથે જીત થઈ હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા રસ્તા રીપેર અંગે ઉપલા લેવલે રજુઆત કરતાં રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં છે. ડાંગનાં વઘઇ, આહવા અને સુબિર મત વિસ્તારમાં છેલ્લાં 7 વર્ષથી વધુ સમયનાં રિકાર્પેટ ન થયેલા હોય તેવા રાજ્ય હસ્તકનાં રૂપિયા 11.05 કરોડ અને પંચાયત હસ્તકનાં રૂપિયા 18.72 કરોડના રસ્તાઓના કામોને મંજૂર કર્યા છે. આ રસ્તાઓ માટે કુલ રૂપિયા 29.77 કરોડનાં કામોને મંજૂર કરવામાં આવ્યા છે.

Last Updated : Dec 25, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details