ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ શરૂ

જિલ્લાનાં પૌરાણીક શિવાલયોમાં મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે રંગેચંગે ઉજવણી કરવા શિવભક્તો તડામાર તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ તકે ડાંગમાં પણ શિવ ભક્તોએ તૈયારી કરી હતી.

મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ શરૂ
મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ શરૂ

By

Published : Feb 19, 2020, 7:31 PM IST

ડાંગ : જિલ્લાનાં શબરીધામ ખાતેનાં પંપેશ્વર મહાદેવ, માયાદેવી ખાતળ, બરમ્યાવડ તેમજ લિંગા બિલમાળ સ્થિત અર્ધનારેશ્વર મંદિર ખાતે ભજન કીર્તન પૂજા મહાશિવરાત્રી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ શરૂ

જિલ્લામાં આવેલા શિવાલયોની લોકવાયકા મુજબ રાણી અહલ્યા બાઈ હોળકર જે સોમનાથની જાત્રાએ જતા માર્ગ ઉપર આવેલા ચીંચલી અને ખાતળનું પૂર્ણેશ્વર મહાદેવનાં મંદિરનું નિર્માણ કરી પૂજા અર્ચના કરવા આવી હોવાનું જણાયુ છે. આ સાથે માયાદેવી ખાતે અને રામ ભક્ત હનુમાનજીનાં જન્મ સ્થળ અંજનીકુંડ પાસે આવેલા લિંગા બીલમાળનું અર્ધનારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાનાં કારણે દર્શનાર્થીઓનાં ઘોડાપુર ઉમટે છે.

જિલ્લાનાં ખાતળ, બિલમાળ, માયાદેવી, બરમ્યાવડ અને વાસુર્ણાનાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે મેળા અને શિવ આરાધનાનાં કાર્યક્રમોનું આયોજન હાથ ધરાતા મહાશિવરાત્રીનાં પાવનપર્વ નિમિત્તે ડાંગમાં હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે.

ABOUT THE AUTHOR

...view details