ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોની કાપણી લાયક ડાંગરના ઉભા પાકને મોટું નુકશાન, આહવામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ - વરસાદ

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા સહીત સરહદીય અને પૂર્વપટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ ફરી વળવાની સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી. જ્યારે ડાંગી ખેડૂતોના કાપણી લાયક ડાંગરનાં ઉભા પાકને મોટું નુકશાન થયું હતું.

ખેડૂતોની કાપણી લાયક ડાંગરના ઉભા પાકને મોટું નુકશાન, આહવામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ
ખેડૂતોની કાપણી લાયક ડાંગરના ઉભા પાકને મોટું નુકશાન, આહવામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ

By

Published : Oct 20, 2020, 5:26 AM IST

ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં હાલમાં એક દિવસના અંતરે વાતાવરણના પલટા સાથે વરસાદ નોંધાયો રહ્યો છે. રવિવારના રોજ સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિતના પંથકોમાં વરસાદ પડ્યો હતો. તેવામાં સોમવારે બપોર બાદ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા, બોરખલ, ગલકુંડ,તથા સાપુતારાની તળેટી વિસ્તારના બરમ્યાવડ, ગોટીયામાળ, માનમોડી સહિત સરહદીય અને પૂર્વપટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ જોવા મળી હતી.

ખેડૂતોની કાપણી લાયક ડાંગરના ઉભા પાકને મોટું નુકશાન, આહવામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ

જયારે સુબીર પંથકનાં ગામડાઓમાં ઝરમર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાનાં આહવા સહિત સરહદીય અને પૂર્વપટ્ટી વિસ્તારમાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે કાપણી લાયક ડાંગરના પાકને મોટું નુકસાન થયાની ભીતિ વર્તાઈ રહી છે.

ડાંગ ડીઝાસ્ટર વિભાગે જણાવ્યું કે, સોમવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીના 2 કલાક દરમ્યાન આહવા પંથકમા 33 મિમી અર્થાત 1.32 ઈંચ, જ્યારે સુબીર પંથકમાં 01 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details