- કોરોના સંક્રમણના કારણે લોકડાઉનનો નિર્ણય લેવાયો
- 6થી 9 મે સુધી ડાંગમાં સ્વૈચ્છિક લોકડાઉન
- વેપારી એસોસિએશન દ્વારા ત્રીજી વખત લોકડાઉનનો નિર્ણય
ડાંગ: કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાના વ્યાપારી એસોસિએશન દ્વારા ફરી તારીખ 6મેથી 9મે સુધી સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ ખેડાના કપડવંજમાં સ્વૈચ્છિક લોકડાઉન 7 દિવસ લંબાવાયું
ડાંગ વહીવટીતંત્ર અને વેપારી એસોસિએશન દ્વારા લોકડાઉનનો નિર્ણય
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વિસ્ફોટક સ્થિતિમાં વધી રહ્યું છે, ત્યારે કોરોનાની સાંકળને તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ બન્યો છે. આજે બુધવારે ડાંગ કલેક્ટર એચ.કે.વઢવાણીયાની અધ્યક્ષતામાં ડાંગ ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત સહિત વ્યાપારી એસોસિએશનના અગ્રણીઓમાં હરિરામભાઈ સાંવતનાંઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અંગેની બેઠક યોજાઈ હતી.
ડાંગમાં 6થી 9 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનર
આ બેઠકમાં તા.06-05-2021ના ગુરુવારના રોજથી બપોરનાં 2 વાગ્યાથી તા.09-05-2021 રવિવાર સુધી ડાંગ જિલ્લામાં તમામ દુકાનો બંધ રાખવાનો અને સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય કરાયો છે. ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, સુબિર, શામગહાન, સાપુતારા, સાકરપાતળમાં ફક્ત મેડિકલ સેવાઓ જ આખો દિવસ ચાલુ રહેશે, જ્યારે દૂધની દુકાનો આ 4 દિવસ દરમિયાન માત્ર સવારે 9 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. બાદમાં ડાંગ જિલ્લામાં તા.10-05-2021નાં સોમવારથી રાબેતા મુજબ બપોરનાં 2 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રહશેનો વ્યાપારી એસોસિએશન દ્વારા જણાવ્યું છે.