ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતાં ડાંગ જિલ્લામાં આજે સાર્વત્રિક રીતના ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો હતો. સવારથી જ ચાલું થયેલ ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા. આ સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. જેના લીધે બીજ ધોવાણની સ્તિથી સર્જાઈ હતી. ડાંગ જિલ્લામાં હાલ વાવણીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે સતત વરસાદ ચાલુ રહેતાં વાવણી થઈ શકી નહોતી. મગફળી તેમજ અન્ય બીજ રોપવાના બાકી રહી ગયા હતા. ધરતીપુત્રોના જણાવ્યાં અનુસાર વરસતા વરસાદ માં વાવણી કરવી મુશ્કેલ હોય છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ખેતરોમાં બીજ ધોવાણથી ખેડૂતો ચિંતાતુર
ડાંગઃ છેલ્લા ત્રણેક દિવસથી સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. અહીં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે સવારથી જ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલું થઈ જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ છે. નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. એકધારે વરસાદ ચાલુ રહેતાં ધરતીપુત્રો માં વાવણી બાકી રહેવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે જ બીજ ધોવાણની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ુ
આજે સવારથી જ સાપુતારા સહિતના નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. શામગહાન નજીક આવેલા બોન્ડારમાલ, નિમ્બારપાડા, માનમોડી, કાંચનપાડા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આજે સતત આખો દિવસ વરસાદ ચાલું રહ્યો હતો.