ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના ડોન, ટાંકલીપાડા અને લવચાલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું

ડાંગ: જિલ્લામાં આરોગ્યની સુવિધામાં વધારો કરાતા ડોન, ટાંકલીપાડા અને લવચાલી તેમ ત્રણ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રોનું ભૂમિપૂજન જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું

By

Published : Nov 22, 2019, 6:22 AM IST

સરકાર અનેક વિકાસના કામોના ઉદ્ધાટન કરે છે, ત્યારે આ તકે ગડાંગ જિલ્લાના ત્રણ ગામડાઓમાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ બીબેન ચૌધરીએ આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ હતું. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ-૨૮ નવા પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે.અંતરિયાળ ગામોના લોકોને આરોગ્યની સારી સેવાઓ નજીકમાં જ મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે.

આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું

વધુમાં જણાવ્યું કે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહના માર્ગદર્શન હેઠળ પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કાર્ય કરાશે. ડો.ડી.કે.શર્મા તથા ડો.ડી.સી.ગામીતની ઉપસ્થિતિમાં ડોન, ટાંકલીપાડા અને લવચાલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજનનું શુભ કાર્ય હાથ ધરાયું હતું. આ તકે આરોગ્ય કેન્દ્રને લઇને ગ્રામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું

ABOUT THE AUTHOR

...view details