- ડાંગના ગીરા નદી પર આવેલો ગિરમાળ ધોધ
- ગુજરાતનો સૌથી ઊંચો ધોધ, 300 ફૂટ ઊંચેથી ખાબકતો ગિરમાળ ધોધ
- ગીરા ધોધ કરતાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ગિરમાળ ધોધ
- ગીરા નદીના પહાડોમાં યુ ટર્ન આકર વન દેવીનું નેકલેસ તરીકે પ્રખ્યાત
ડાંગ: ચોમાસું વરસાદ થતાં જ જિલ્લાની ચારેય નદીઓ સક્રિય બને છે. આ નદીઓમાં વહેતાં ઝરણાંઓ આકર્ષકનું કેન્દ્ર બને છે. સાથે જ ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ધોધ સક્રિય બને છે. નાના જળ ધોધની સાથે અહીં વઘઇ નજીક આવેલી અંબિકા નદીનો ગીરા ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ધોધ તરીકે ઓળખાય છે, પરંતુ આ સિવાય પણ ડાંગમાં ગીરા નદી પર ગિરમાળ ધોધ (Girmad waterfall)આવેલો છે, જે ગીરા ધોધથી પણ ઓળખાય છે. આ ધોધ સુબિર વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે.
આ પણ વાંચો-ડાંગના ગીરાધોધ પર શિયાળાની અસર, જુઓ ગીરાધોધના આહલાદક દ્રશ્યો
ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ગિરમાળ ધોધ
ડાંગ જિલ્લાનો સૌથી ઉંચામાં ઉંચો ધોધમાં ગિરમાળના ગીરાધોધનો સમાવેશ થાય છે. ડાંગ ઉપરાંત ગુજરાતના સૌથી ઉંચા ધોધમાં ગિરમાળ ધોધ(Girmad waterfall)નો સમાવેશ થાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઊંચાઇથી પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગીરા નદીના પાણીની આવક સાથે ગિરમાળનો ધોધ સક્રિય બને છે. ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણુ બનાવે છે.