ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં કાલીબેલ-ભાલખેત ખાતે ભેખડો અને વૃક્ષો માર્ગ વચ્ચે ધસી પડતાં લોકો મુશકેલીમાં મુકાયા - roads

ડાંગઃ જિલ્લાના કાલીબેલ-ભાલખેત થઈ મહાલ જતાં માર્ગ પર ભેખડો, વૃક્ષો, માર્ગ વચ્ચે ધસી પડતા પ્રવાસીઓ તેમજ અવર જવર કરતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા વચ્ચેથી ભેખડો, વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરવા લોક માંગ ઉઠી છે. રસ્તો ખુલ્લો ન થતાં વિધાર્થીઓ તેમજ ગામના લોકોને જંગલમાંથી પગપાળા સફર કરવાની નોબત ઉભી થઇ છે.

ડાંગ જિલ્લામાં કાલીબેલ-ભાલખેત ખાતે ભેખડો, વૃક્ષો માર્ગ વચ્ચે ધસી પડતાં લોકો ભારે મુશકેલીમાં મુકાયા, etv bharat

By

Published : Aug 20, 2019, 4:27 AM IST

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસતાની સાથે ડાંગ જિલ્લામાં પણ તાજેતરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જેમાં અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ ધોવાણ અને ભેખડ ધસી પડવાના કારણે અમુક ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યારે, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે કાલીબેલ-ભાલખેત થઈ મહાલ શોર્ટકટ માર્ગ પર ભેખડ ધસી પડતા સાથે માર્ગ પર વૃક્ષો પડયા હોવાથી રસ્તો બ્લોક થતાં વાહનચાલકો માટે મુસાફરી કરવી અત્યંત મુશ્કેલીજનક બની છે.

ડાંગ જિલ્લામાં કાલીબેલ-ભાલખેત ખાતે ભેખડો, વૃક્ષો માર્ગ વચ્ચે ધસી પડતાં લોકો ભારે મુશકેલીમાં મુકાયા, etv bharat

જ્યારે આ જોખમી વૃક્ષો દૂર કરવાની લોક માંગ ઉઠી છે. પરંતુ, હજુ સુધી આ માર્ગ પર વૃક્ષો, ભેખડો તથા મોટા પથ્થરો જેમના તેમ જ છે. હજુ સુધી રસ્તો ખુલ્લો ન કરાતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઇટ જવા માટેનો આ શોર્ટકટ માર્ગ હોવાથી રાજ્યભરમાંથી આવતા પ્રવાસીઓ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે સુવિધા વધુ મહત્વની બની છે.

ત્યારે, છેક 10 દિવસ વીતી ગયા હોવા છતાં ભેખડ ધસી પડવાની ઘટના બાદ પણ વહીવટી તંત્રએ ખસેડવાની તસદી સુદ્ધાં ન લેતા આ વિસ્તારની ST સેવા પણ સંપૂર્ણ ઠપ થઈ જવા પામી છે. જ્યારે વિધાર્થીઓ તથા લોકોને મહાલ તરફ અવર જવર કરવા માટે જાનના જોખમે જંગલમાંથી રસ્તો કાઢી અવર જવર કરવી પડી રહી છે. ત્યારે, તંત્ર દ્વારા આ હટાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. જેથી વાહન વ્યવહાર ચાલુુ થઈ શકે અને આજુુબાજ વિસ્તારના લોકોને તેમજ મહાલ કેેમ્પ સાઈટ ફરવા આવતા પ્રવાસીઓને મુશ્કેલી ઉભી ન થાય એ માટે વહેલી તકે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવે એવી લોકોની માંગ છે

ABOUT THE AUTHOR

...view details